આપણો રૂડો રબારી સમાજ
Friday, July 27, 2012
Monday, March 21, 2011
શિવજીઃ ધર્મનું મૂળ
પ્રથમ પણ શિવ છે અને અંતિમ પણ શિવ છે. શિવ સનાતન ધર્મના પરમ કારણ અને કાર્ય છે. શિવ થકી જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. સમસ્ત જગત શિવના જ શરણમાં છે. જે શિવના શરણાગત નથી તે પ્રાણી દુઃખના ગૂંચવાડામાં ફસાતો જાય છે તેવું પુરાણો કહે છે.
ઓમ્ નમઃ શિવાય. ‘ઓમ્’ પ્રથમ નામ પરમાત્માનું લઈને પછી ‘નમન’ શિવને કરીએ છીએ. ‘સત્યમ્, શિવમ્ અને સુંદરમ્’ જે સત્ય છે તે બ્રહ્મ છે. બ્રહ્મ એટલે જ પરમાત્મા. જે શિવ છે તે પરમ શુભ અને પવિત્ર આત્મ તત્ત્વ છે અને જે સુંદરમ છે તે જ પરમ પ્રકૃતિ છે. અર્થાત્ પરમાત્મા, શિવ અને પાર્વતી સિવાય કંઈ પણ જાણવા યોગ્ય નથી. તેમને જાણવા અને તેમનામાં લીન થઈ જવું તે જ ધર્મનું મૂળ છે.શિવનું સ્વરૃપ
શિવ યક્ષના સ્વરૃપને ધારણ કરે છે અને લાંબી લાંબી તથા સુંદર જટાઓ તેમની પાસે છે. જેમના હાથમાં ‘પિનાક’ ધનુષ્ય છે, જે સત્ સ્વરૃપ છે. અર્થાત્ સનાતન છે. તેમનું સ્વરૃપ દિવ્ય ગુણ સંપન્ન, ઉજ્જવળ સ્વરૃપ હોવા છતાં પણ દિગંબર છે. જે શિવે નાગરાજ વાસુકિનો હાર પહેર્યો છે, વેદ તેમની બાર રુદ્રોમાં ગણના કરે છે. પુરાણ તેમને શંકર અને મહેશ કહે છે.
શિવનો નિવાસ
તિબેટસ્થિત કૈલાસ પર્વત પર શરૃઆતમાં તેમનું નિવાસ સ્થાન હતું. વિજ્ઞાનીઓ-સંશોધકો અનુસાર તિબેટ ધરતીની સૌથી પ્રાચીન ભૂમિ છે અને પુરાતનકાળમાં તેની ચારે બાજુ દરિયો હતો. પછી જ્યારે સમુદ્ર ત્યાંથી દૂર થયો પછી અન્ય ધરતી પ્રગટ થઈ. જ્યાં શિવ બિરાજમાન છે, બરાબર તે જ પર્વતની નીચે પાતાળલોક છે, જે ભગવાન વિષ્ણુનું સ્થાન છે. શિવના આસન ઉપર વાયુમંડળની પાર ક્રમશઃ સ્વર્ગલોક અને પછી બ્રહ્મલોક આવેલું છે તેમ પુરાણોમાં જણાવાયું છે.
શિવભક્ત
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બધા જ દેવતાઓ સહિત ભગવાન રામ અને કૃષ્ણ પણ શિવભક્ત છે. હરિવંશ પુરાણ અનુસાર કૈલાસ પર્વત પર ભગવાન કૃષ્ણે શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી હતી. ભગવાન શ્રીરામે રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના કરીને તેમની પૂજા-અર્ચના કરી હતી.
શિવપર્વ
મહાશિવરાત્રિ એ હિન્દુઓનો પરમપવિત્ર તહેવાર છે. આ ભગવાન શિવનું પ્રિય પર્વ છે. ફાગણ વદ ચૌદશના દિવસે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના પ્રારંભમાં આ જ દિવસે મધ્યરાત્રિએ ભગવાન શંકરનું રુદ્ર સ્વરૃપે અવતરણ થયું. પ્રલયના સમયે આ જ દિવસે પ્રદોસમાં ભગવાન શિવે તાંડવ કરતાં કરતાં બ્રહ્માણ્ડને પોતાના ત્રીજા નેત્રની જ્વાળાથી સમાપ્ત કરી નાખે છે.આથઈ તેને શિવરાત્રી કે કાલરાત્રિ કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શંકરના વિવાહ થયાં હતાં. બાર માસમાં શિવજીને શ્રાવણ માસ પ્રિય છે. આખા શ્રાવણ મહિના દરમિયાન શિવજીની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. વ્રત રાખ્યા બાદ આ પર્વને ભાવભેર ઉજવવામાં આવે છે. જોકે આ પર્વની ઉજવણીના કેટલાક નિયમ છે.
શિવપરિવાર
શિવની અર્ધાંગિનીનું નામ પાર્વતી છે. તેમના બે પુત્ર છે – સ્કન્દ અને ગણેશ. સ્કંદને ર્કાર્તિકેયના નામથી પણ ઓળખવામાં આવે છે. સતયુગના રાજા દક્ષની પુત્રી પાર્વતીને સતી પણ કહેવામાં આવે છે. તેમનું નામ પાર્વતી એટલા માટે પડયું, કારણ કે તે પર્વતરાજ એટલે કે પર્વતોના રાજાની પુત્રી હતાં. તેઓ રાજકુમારી હતાં, પરંતુ તે શરીરે ભસ્મ લગાવેલ યોગી શિવને પોતાના પતિ બનાવવા ઇચ્છતા હતાં. શિવને કારણે જ તેમનું નામ શક્તિ થઈ ગયું. પોતાના પિતાની ઇચ્છા વિરુદ્ધ તેમણે હિમાલયના પર્વતીય વિસ્તારમાં રહેવાવાળા યોગી શિવ સાથે વિવાહ કર્યા.
શિવજીનાં પ્રમુખ નામ
શિવજીનાં આમ તો અનેક નામ છે. જેમાંથી ૧૦૮ નામનો ઉલ્લેખ પુરાણોમાં જોવા મળે છે. પરંતું તેમના કેટલાંક નામ ઘણાં પ્રચલિત છે, જેમ કે મહેશ, નીલકંઠ, મહાદેવ, મહાકાલ, શંકર, પશુપતિનાથ, ગંગાધર, નટરાજ, ત્રિનેત્ર, ભોળાનાથ, આદિદેવ, આદિનાથ, ત્રિયંબક, ત્રિલોકેશ, જટાશંકર, જગદીશ, પ્રલયંકર, વિશ્વનાથ, વિશ્વેશ્વર, હર, શિવશંભુ, ભૂતનાથ અને રુદ્ર.
અમરનાથનાં અમૃતવચન
શિવજીએ પોતાની અર્ધાંગિની પાર્વતીને મોક્ષ માટે અમરનાથની ગુફામાં જે જ્ઞાન આપ્યું એ જ્ઞાનની આજે અનેકાનેક શાખાઓ બની છે. તે જ્ઞાનયોગ અને તંત્રોના મૂળ રૃપમાં સમાયેલ છે. ‘વિજ્ઞાન ભૈરવ તંત્ર’ એક એવો ગ્રંથ છે, જેમાં ભગવાન શિવ દ્વારા પ્રાર્વતીને જણાવેલાં ૧૧૨ ધ્યાનસૂત્રોનું સંકલન છે.
શિવગ્રંથ
વેદ અને ઉપનિષદ સહિત વિજ્ઞાન ભૈરવ તંત્ર, શિવપુરાણ અને શિવસંહિતામાં શિવજીની સંપૂર્ણ શિક્ષા અને દીક્ષા સમાયેલી છે. તંત્રના અનેક ગ્રંથોમાં તેમની શિક્ષાનો વિસ્તાર થયો છે. મર્હિષ વેદવ્યાસ દ્વારા લખાયેલું શિવપુરાણ સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. આ ગ્રંથમાં ભગવાન શિવની ભક્તિનો મહિમા વર્ણવામાં આવ્યો છે. તેમાં શિવ અવતાર વગેરે વિસ્તારથી લખેલા છે.
શિવલિંગ
વાયુપુરાણ અનુસાર પ્રલયકાળમાં સમગ્ર સૃષ્ટિ જેનામાં લીન થઈ જાય છે અને ફરીથી સૃષ્ટિકાળમાં જેનાથી પ્રગટ થાય છે, તેને લિંગ કહે છે. આ રીતે વિશ્વની સંપૂર્ણ ઊર્જા જ લિંગનું પ્રતીક છે. તે સંપૂર્ણ સૃષ્ટિ બિંદુ-નાદ સ્વરૃપ છે. બિંદુ એ શક્તિ છે અને નાદ એ શિવ. તેઓ જ બધાનો આધાર છે. બિંદુ તથા નાદ અર્થાત્ શક્તિ અને શિવનું સંયુક્ત રૃપ જ શિવલિંગમાં અવસ્થિત છે. બિંદુ એટલે ઊર્જા અને નાદ એટલે ધ્વનિ. આ જ બંને સંપૂર્ણ બ્રહ્માંડના આધાર છે. આ જ કારણે પ્રતીક સ્વરૃપ શિવલિંગની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
જ્યોતિલિંગ્
જ્યોતિલિંગ્ ની ઉત્પત્તિ સાથે સંકળાયેલી અનેક માન્યતાઓ પ્રચલિત છે. જ્યોતિલિંગ્ એટલે ‘વ્યાપક બ્રહ્માત્મલિંગ’ જેનો અર્થ છે ‘વ્યાપક પ્રકાશ’. જે શિવલિંગના બાર ખંડ છે. શિવપુરાણ અનુસાર બ્રહ્મ, માયા, જીવ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, દળ અને પૃથ્વીને જ્યોતિલિંગ્ અથવા પિંડ કહેવામાં આવ્યા છે.
શિવચિહ્ન
વનવાસીથી લઈને બધાં જ સાધારણ માણસો જે ચિહ્નની પૂજા કરી શકે તેવા પત્થરને શિવજીનું ચિહ્ન માનવામાં આવે છે. આ સિવાય રુદ્રાક્ષ અને ત્રિશૂળને પણ શિવનું ચિહ્ન માનવામાં આવે છે. કેટલાક લોકો ડમરુ અને અર્ધ ચંદ્રને પણ શિવનું ચિહ્ન માને છે.
શિવપાર્ષદ
બાણ, રાવણ, ચંડ, નંદી, ભૃંગી વગેરે શિવપાર્ષદ છે.
શિવગણ
ભૈરવ, વીરભદ્ર, મણિભદ્ર, ચંદિસ, નંદી, શ્રુંગી, ભૃગિરિટી, શૈલ, ગોકર્ણ, ઘંટાકર્ણ, જય અને વિજય. આ સિવાય પિશાચ, દૈત્ય અને નાગ-નાગણ, પશુઓને પણ શિવના ગણ માનવામાં આવે છે.
શિવના દ્વારપાળ
નંદી, સ્કંદ, રિટિ, ભૃંગી, ગણેશ, ઉમામહેશ્વર અને મહાકાલ.
શિવપંચાયત
સૂર્ય, ગણપતિ, દેવી, રુદ્ર અને વિષ્ણુને શિવપંચાયત કહેવાય છે.
Sunday, February 13, 2011
પરિવર્તન સંસારનો નિયમ છે
પરિવર્તન સંસારનો નિયમ છે અને દરેક પેઢી પોતાના વખતે જમાનો સારો હતો એમ કહેવાનું ઉત્તરદાયિત્વ ભાગ્યે જ ચુકે છે..શું આ બાબતમાં સત્ય કેટલું હશે એ તો સાબરકાંઠાની લોકબોલીમાં કહીએ તો “દૈ જાંણ” . શું ક્યારે રામ રાજ્ય હતું ? શું ભારત માટે સોની કી ચીડીયા કહેવાતું સાચું હશે? શું એ જમાનો હતો ભારતમાં લોકો બારણા બંધ કર્યા વિના સુતા માલમત્તા લુંટાવાની ફિકર જ નહીં સાચું હશે.?..ભારતના સંખ્યાબંધ લોકો પાસે આજેય ઘરનું ઘર નથી અને ઘરના લુંટાવા માટે બંધ કે ખુલ્લું હોવું એ કોઈ ઠોસ કારણ નથી.
રામાયણ અને મહાભારતને ભારતવર્ષના મહાન કાવ્યો તરીકે ચોક્કસ મુલવી શકાય..પણ એમાં આમ જનતાની જીવનશૈલીનો કોઈ ખાસ ઉલ્લેખ થયેલ નથી અને રામાયણ અને મહાભારતને ધર્મ યુધ્ધો તરીકે પણ કઈ રીતે મુલવી શકાય? ના મુલવી શકાય કેમ કે કોઈપણ યુધ્ધ બહુજન સમાજના હિત માટે નો”તુ લખાયું એ સૌ કોઈ સમજી શકે તેવી વાત છે.તો પછી સાચું શું ? ઈશ્વરીય અવતારોનું શું? ભારતની ભુમિ પર ઇશ્વરે ૨૪ અવતારો લઈ ધરી લીધા…આ ભુમિ સૌથી વધારે પુણ્યાશાળી કહેવાય કે પાપી? અને “રામદેવ પીર ” સિવાય કોઈ અવતારે સમાજને જોડવાનું કામ તો કર્યું જ નથી એટલે જ કદાચ શોષિત હિંદુને એમાં “દેવ” નહીં પીર દેખાયેલો ..શું ઈશ્વરે માત્ર ભારતનો ઉધ્ધાર કરવાનો એક તરફ આપણે સમગ્ર જગતને એનું સર્જન માનીએ છીએ…
ખેર જવા દો અહીં કોઈની ધામિઁક લાગણી દુભવવાનો આશય જરીએ નથી પણ શાસ્ત્રોમાં લખ્યું છે એ સાચું છે એમ માની લેવાની કોઈ જરુર નથી ..કારણ કે એ ચંદ શિક્ષિત લોકોનું સર્જન છે…ભારતના શુદ્રો અને અતિ શુદ્રો ને તો ભણવાનો અધિકાર જ ન હતો ..વળી પાપ અને પુણ્યની વ્યાખ્યાઓ પણ બે અલગ અલગ સંસ્કૃતિમાં અલગ હોય છે..એક ધર્મ માંસાહારને ધર્મ વિરુધ્ધ માને છે..એજ માંસાહાર બીજા ધર્મમાં ધાર્મિક રીતે માન્ય છે.અહીં અલીખાન બલોચ “શુન્ય” પાલનપુરી નો એક શેર ટાંક્વાનું મન થાય છે.
“પાપ કે પુણ્ય જેવું અહીં કશુંયે નથી માત્ર નિતીના મુલ્યાંકનો છે જુદા,
ખુદ સમજી લે મન તારા કર્મો થકી તું ખુદ સ્વર્ગ કે નર્કનું ધામ છે.”
ટુંકમાં કહીએ તો સામાજિક પરિસ્થિતિ બદલાય તેમ સારા નરસા પાપ પુણ્ય નિતી અનિતીની વ્યાખ્યાઓ બદલાતી જોવા મળે છે.
મેકસવેબરના નામના સમાજશાસ્ત્રીએ આદશઁ પ્રકારો નો ખ્યાલ રજુ કરેલો છે..જેમાં ચોરના પણ આદશઁ પ્રકારમાં વહેંચી શકાય…પ્રામાણીક ચોરની વાર્તા પણ આપ સૌને યાદ હશે જ ..જે ઘરમાં ચોરી કરવા ગયેલો તે ઘરનું મીઠું ભુલથી ચાખી જતાં તે ઘ્રરમાં તે ચોરી નથી કરતો કેમ કે એને ભુલથી તો ભુલથી એ ઘરનું નમક ખાધુ હતુ પણ એ વ્યવાસાયે ચોર એક ઘ્ર ટાળવાથી મટી જતો નથી ..
અને આપણા તત્વ ચિંતક રજનીશ તો કહે છે કે માણસના દુઃખોનું કારણ જ જ્ઞાન છે.રજનીશે વિદ્દ્નો અર્થ જ્ઞાન કર્યો છે.ઍજ શબ્દ પરથી વેદ ..વિદ્વાન અને વેદના શબ્દો આવ્યા એમ રજનીશ કહે છે ઇશ્વર જ્ઞાનનું ફળ ખાવાની હરરોજ ના પાડે છે.દરેક પરિસ્થીતી પળ પળ બદલાઈ રહી છે.દુનીયામાં હરપલ નવીન ઘટી રહ્યું છે…ક્યાંક ફુલ ક્યાંક પાંદડા ક્યાં છોડ્વા ક્યાંક ફુલ સમ બાળક …અને ઇશ્વરને પણ નવીન ગમે છે એટલે જ એ હરપલ નવીનને જન્મ આપે છે પૃથ્વી પર માત્ર બાળક ઈશ્વરથી સૌથી વધારે નજીક છે.પણ આપણે છીએ કે એમાં ઠાંસી ઠાંસીને જ્ઞાન ભરવાનું શરુ કરીએ છીએ રીત રિવાજો રુઢીઓ સમાજ જ્ઞાતિ જાતિ વિગેરે વિગેરે .અને આ જ્ઞાન જ એને કુદરતથી દુર ને દુર લેતું જાય છે.અને કેટલીયે વેદનાઓનું કારણ બને છે.આમ જ્ઞાનનું ફળ ચાખીને જ આપણે વેદનાઓ વહોરીએ છીએ.
કુદરતને જુનું ગમતુ નથી એટલે જ એ હરરોજ નવીન પુષ્પો ખીલવે છે સુરજનું ઉગવું આથમવું …રાત દિવસનું ચક્ર ક્યારેક કાળઝાળ ગરમી તો સમી સાંજે મેહનું મન મુકી વરસવું અને આપણી પ્રકૃતિ જ એવી છે કે આપણે હમેશાં કહઈ છીએ કે “old is a Gold” દુકાનદારો પણ બોર્ડ મારે છે “જુના અને જાણીતા” મતલબ કે લોકોને જુનામાં રસ છે અહીં જુના અને જાણીતા લખવાનો અર્થ લોકોનો વિશ્વાસ જીતવાનું કામ કરે છે.લોકો માને છે કે જુના છે તો કંઈ ખોટા થોડા હશે આટલા વર્ષોનો ધંધો છે એમ ને એમ થોડો હશે ..ટુંકમાં જુનુ એટલું સોનું માની લેવાની ભુલ આપણને ભારે પડી શકે છે.હવે મને સમજાય છે કે આપણા વડવા આપણાથી અલગ એવા તમામ માટે કેમ “લોક” શબ્દ વાપરતા હતા પણ આપણે એનો અર્થ કદાચ અઘટિત કર્યો છે. “લોક અને કુદરત” બંનેથી દુર થઈ રહ્યા છે..અસ્તુ

Friday, February 11, 2011
શ્રી શિવ ચાલીસા
દોહા
જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન
કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન.
જય ગિરિજાપતિ દીનદયાલ
સદા કરત સંતન પ્રતિપાલા
ભાલ ચન્દ્રમા સોહત નીકે
કાનન કુંડલ નાગફની કે
અંગ ગૌર સિર ગંગ બહાયે
મુળ્ડમાલ તન ક્ષાર લગાયે
વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે
છવિ કો દેખી નાગ મુનિ મોહે
મૈના માતુ કી હવે દુલારી
વાન અંગ સોહત છવિ ન્યારી
કર ત્રિશુલ સોહત છવિ ભારી
કરત સદા શત્રુન ક્ષયકારી
નંડિ ગણેશ સોહૈ તહં કૈસે
સાગર મધ્ય કમલ હૈ જૈસે
કાર્તિક શ્યામ ઔર ગણરાઉ
યા છવિ કો કહી જાત ન કાઉ
દેવન જબહી જાય પુકારા
તબ હી દુ:ખ પ્રભુ આપ નિવારા
કિયા ઉપદ્રવ તારક ભારી
દેવન સબ મિલિ તુમહી જુહારી
તુરત ષડાયન આપ પઠાયઉ
લવ નિમેષ મહં મારિ ગિરાયઉ
આપ જલંધર અસુર સંહારા
સુયશ તુમ્હાર વિદિત સંસારા
ત્રિપુરાસુન સન યુધ્ધ મચાઈ
તબ હી કૃપા કર લીન બચાઈ
કિયા તપહિ ભાગીરથ ભારી
પૂર્વ પ્રતિજ્ઞા તાસુ પુરારી
દાનિન મહં તુમ સમ કોઉ નાહી
સેવક સ્તુતિ કરત સદાહી
દેવ માહી મહીમા તબ ગાઈ
અકથ અનાદિ ભેદ નહી પાઈ
પ્રગટી ઉદધિ મંથન તે જ્વાલા
જરત સુરાસુર ભએ વિહાલા
કીન્હ દયા તહં કરી સહાઈ
નીલકંઠ તવ નામ કહાઈ
પૂજન રામચંન્દ્ર જબ કીન્હા
જીત કે લંક વિભીષણ દીન્હા
સહસ કમલ મે હો રહે ઘારી
કીન્હ પરીક્ષા તબહી પુરારી
એક કમલ પ્રભુ રાખેઉ જોઈ
કમલ નયન પૂજન ચહં સોઈ
કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર
ભયે પ્રસન્ન દિયે ઈચ્છિત વર
જય જય જય અનંત અવિનાશી
કરત કૃપા સબકે ઘટ વાસી
દુષ્ટ સકલ નિત મોહી સતાવે
ભ્રમત રહૌ મોહી ચેન ન આવે
ત્રાહી ત્રાહી મે નાથ પુકારો
યે હી અવસર મોહી આન ઉબારો
લૈ ત્રિશુલ શત્રુન કો મારો
સંકટ તે મોહી આન ઉબારો
માતા-પિતા ભ્રાતા સબ હોઈ
સંકટ મે પૂછત નહી કોઈ
સ્વામી એક હૈ આસ તુમ્હારી
આય હુરહુ મમ સંકટ ભારી
ધન નિર્ધન કો દેત સદા હી
જો કોઈ જાંચે સો ફલ પાહી
અસ્તુત કેહી વિધિ કરૈ તુમ્હારી
ક્ષમહૂ નાથ અબ ચૂક હમારી
શંકર હો સંકટ કે નાશન
મંગલ કારણ વિધ્ન વિનાશન
યોગી યતિ મુનિ ધ્યાન લગાવે
શારદ નારદ શીશ નવાવૈ
નમો નમો જય નમ: શિવાય
સુર બ્રહ્માદિક પાર ન પાય
જો યહ પાઠ કરે મન લાઈ
તા પર હોતે હૈ શમ્ભુ સહાઈ
ઋનીયા જો કોઈ હો અધિકારી
પાઠ કરે સો પાવન હારી
પુત્ર હોન કી ઈચ્છા જોઈ
નિશ્ચય શિવ પ્રસાદ તેહિ હોઈ
પંડિત ત્રયોદશી કો લાવે
ધ્યાનપૂર્વક હોમ કરાવે
ત્રયોદશી વ્રત કરે હમેશા
તાકે તન નહી રહે ક્લેશા
ધૂપ દીપ નૈવેદ ચઢાવે
શંકર સમ્મુખ પાઠ સુનાવે
જન્મ જન્મ કે પાપ નસાવે
અંતધામ શિવપુર મે પાવે
કહૈ અયોધ્યાદાસ આસ તુમ્હારી
જાનિ સકલ દુખ હરહુ હમારી
દોહા-
નિત નેમ કર પ્રાત હી, પાઠ કરો ચાલીસા
તુમ મેરી મનોકામના, પૂર્ણ કરો જગદીશા
મગસિર ઉઠી હેમંત ઋતુ, સંવત ચૌસઠ જાન
સ્તુતિ ચાલીસા શિવહીં, પૂર્ણ કીન કલ્યાણ
Thursday, February 10, 2011
RABARI SAMAJ NI GURU GADIO
૧) દુધરેજ – વડવાળા મંદિર – ધમૅ ધુંરધર શ્રી. ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામજી મહારાજ
૨) વાળીનાથ – પ.પુ. શ્રી. ૧૦૮ બળદેવગીરીબાપુ – નાથ સંપ્રદાય
૩) દુધઈ – રામબાલકદાસજી
૪) ટીંટોળા – લખીરામબાપુ
૫) શેરથા – ગોમતીદાસજી
૬) ઝાંક – ગણેસદાસજી
૭) સાણંદ – હરદેવદાસજી
૮) મદ્રીસણા – બાલકદાસજી
૯) દેત્રોજ – કાશીરામબાપુ
૧૦) ખયણા - મણીરામજી
૧૧) ચવેલી – સુંદરદાસજી
૧૨) બાલસાસણ – વિષ્ણુદાસજી
૧૩) ઊધરોજ – પરશુરામજી
જય ગોગા
હસતા ખિલતા હે સમાજ હે તો
અલગ હે ઇસકી શાન
પાઘડી,ઓગડી,ધોતી હે
ઇસકી પહેચાન
ઘી,દુધ,છાશ ખા કે
બને સભી પહેલવાન
સમાજ કી ધડકન મે બસી હે
અમદાવાદ કી જાન
જોબી આઍ ગાતા જાએ
સમાજ કે ગુનગાન
સમાજ કો મિલા હે
વાળીનાથ કા વરદાન
અલગ હે ઇસકી શાન
પાઘડી,ઓગડી,ધોતી હે
ઇસકી પહેચાન
ઘી,દુધ,છાશ ખા કે
બને સભી પહેલવાન
સમાજ કી ધડકન મે બસી હે
અમદાવાદ કી જાન
જોબી આઍ ગાતા જાએ
સમાજ કે ગુનગાન
સમાજ કો મિલા હે
વાળીનાથ કા વરદાન
JAY VALINATH
Rabari___"R".rah amari satya.............
"A".Aabaru amari himmat................
"B".Bahaduri amaro dharam...............
"A".Aekta amari himmat.................
"R".Ram amara rakhvala.................
"I".Isht dev amara VALINATH
JAY VALINATH MAHARAJ NI JAY......

Subscribe to:
Posts (Atom)